લાલપુર પંથકમાંથી જામનગરના શખ્સને ગેરકાયદે હથિયાર બંધુક સાથે એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
લાલપુર પંથકમાંથી જામનગરના શખ્સને ગેરકાયદે હથિયાર બંધુક સાથે એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો 1 - image

image: Freepik

Jamanagar Police Arrest man with weapon : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં પતરા કોલોની વિસ્તારમાંથી ગેરકાયદે હથિયાર લઈને નીકળેલા જામનગરના એક શખ્સને એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ઝડપી પાડ્યો છે, અને તેની પાસેથી દેશી હાથ બનાવટની બંદુક કબજે કરી છે, જયારે તેને હથિયાર સપ્લાય કરનાર જામનગરના અન્ય એક શખ્સને ફરાર જાહેર કરાયો છે.

 એસ.ઓ.જી.ની ટુકડીએ પાડેલા આ દરોડા ની વિગત એવી છે કે જામનગરમાં ન્યુ ડેન્ટલ કોલેજ વિસ્તારમાં રહેતો શાહરુખખાન ઉર્ફે અમીરખાન પઠાણ નામનો શખ્સ લાલપુર તાલુકાના કાનાલુસમાં આવેલી લેબર કોલોની વિસ્તારમાં ગેરકાયદે હથિયાર લઈને નીકળ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ દરોડો પાડી શાહરુખખાન પઠાણને ઝડપી પાડ્યો હતો, અને તેના કબજામાંથી રૂપિયા 5,000 ની કિંમતની દેશી હાથ બનાવટની રિવોલ્વર કબજે કરી લીધી હતી.

 પોલીસની પૂછપરછ દરમ્યાન તેને ઉપરોક્ત હથિયાર જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અસગરખાન કાસમખાન પઠાણે સપ્લાય કર્યું હોવાનું કબુલતાં તેને ફરારી જાહેર કરાયો છે, અને શોધ ખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News