Get The App

જામનગર મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડીમાં સાપ નીકળતાં દોડધામ: જીવદયા પ્રેમી દ્વારા રેસ્ક્યુ કરાયું

Updated: Apr 6th, 2024


Google News
Google News
જામનગર મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડીમાં સાપ નીકળતાં દોડધામ: જીવદયા પ્રેમી દ્વારા રેસ્ક્યુ કરાયું 1 - image


જામનગર મહાનગરપાલિકા સંચાલિત મહાપ્રભુજી ની બેઠક પાસે આવેલી આંગણવાડીમાં આજે વહેલી સવારે અચાનક  સાપ નીકળતાં ભારે દોડધામ થઈ હતી, અને આંગણવાડીના સંચાલકો તેમજ બાળકો અને તેના વાલીમાં ભયનો માહોલ સર્જાયો હતો.જે અંગેની જાણ થતાં  જીવ દયા પ્રેમી દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

મહાપ્રભુજીની બેઠક પાસે આવલી આંગણવાડી કેન્દ્રમાં આસપાસના વાડી વિસ્તારમાંથી સાપ આવી જતાં તાત્કાલિક અસરથી બાળકો તથા આંગણવાડી કેન્દ્ર ના બહેનો વગેરેને આંગણવાડીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

રસોડાના ભાગમાં સાપ આવી જતાં જીવ દયા પ્રેમીનો સંપર્ક કરવામાં આવતાં રાહુલભાઈ જેઠવા દ્વારા સાપનું રેસ્ક્યુ કરી યોગ્ય જગ્યાએ સાપને યોગ્ય સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

Tags :
Jamnagar-Municipal-CorporationAnganwadiSnakeRescue

Google News
Google News