જામનગરમાં શંકર ટેકરી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનાને નિશાન બનાવતા તસ્કરો

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
જામનગરમાં શંકર ટેકરી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનાને નિશાન બનાવતા તસ્કરો 1 - image


Image Source: Freepik

- ત્રણ દિવસના સમયગાળા દરમિયાન તસ્કરો રૂપિયા 73,500ની કિંમતના 150 કિલો પીતળ નો માલ સામાન ચોરી ગયા ની ફરિયાદ

જામનગર, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

જામનગર શહેરમાં તસ્કરોની રંજાડ યથાવત રહી છે, અને ગઈકાલે શંકર ટેકરી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનામાંથી રૂપિયા 73,500ની કિંમત ના પિત્તળના માલ સામાનની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા અને શંકર ટેકરી જીઆઇડીસી વિસ્તારમાં મોમાઈ બ્રાસ નામનું કારખાનું ધરાવતા હિતેનભાઈ મહેશભાઈ પ્રજાપતિએ પોતાના કારખાનામાંથી રૂપિયા 73,500ની કિંમતનો પિત્તળનો માલ સામાન ચોરી થઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

ગત 20 તારીખથી 23 તારીખ સુધીના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરોએ કારખાનામાં પ્રવેશ કરી લીધો હતો, અને અંદરથી તૈયાર રાખવામાં આવેલા 150 કિલો માલસામાનની ચોરી કરી લઈ ગયા નું પોલીસમાં જાહેર કરાયું છે. સિટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.



Google NewsGoogle News