Get The App

જામનગરમાં પેટ્રોલપંપની ઓફિસમાંથી ચોરી કરનાર તસ્કર પોલીસના હાથે ઝડપાયો

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
જામનગરમાં પેટ્રોલપંપની ઓફિસમાંથી ચોરી કરનાર તસ્કર પોલીસના હાથે ઝડપાયો 1 - image


Image Source: Freepik

જામનગર શહેરના લાખોટા તળાવની પાળે આવેલ પરિમલ ટ્રેડર્સ નામના પેટ્રોલ પંપની ઓફિસમાંથી બે શખ્સોએ રોકડા રૂપિયા 35,370ની ચોરી કરી નાસી ગયા હતા.જે અંગે નોંધાયેલી ફરિયાદ નાં આધારે પોલીસે એક શખ્સ ને પકડી પાડયો છે.

જામનગર મા  શહેરના તળાવની પાળે આવેલા પરિમલ ટ્રેડર્સ પેટ્રોલ પંપ ગત તા. 26-04-24ના રોજ મધરાતે દોઢ વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર બે શખ્સો પેટ્રોલ પૂરાવવા માટે આવેલાં અને ચોકીદરે તેમને પેટ્રોલ પંપ બંધ છે. તેવું જણાવતા મોટર સાયકલની પાછળ બેઠેલા શખ્સે બાથરૂમ જવાનું કહી  પેટ્રોલ પંમાં અંદર આવી ઓફિસનું શટર થોડું ખુલ્લુ હોય તેમાંથી અંદર પ્રવેશ મેળવી લીધો હતો. ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂપિયા 35,370ની ચોરી કરી રફુચકકર થઈ ગયા હતાં. 

આ બનાવ અંગે બીજા દિવસે પેટ્રોલ પંપ ના મેનેજર દિપકભાઈ છત્રાળાને ધ્યાને આવતાં સીસીટીવી ચેક કરતાં ચોરી થઇ હોવાનું ખૂલતાં તેમણે અજાણ્યા ચોર વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 દરમ્યાન પોલીસ ને ચોરી નાં આ બનાવ અંગે આરોપી ની માહિતી મળી હતી.જેના અનુસંધાને ઈરફાન રશિદભાઈ દોદાઈ (24) ને ઝડપી લીધો હતો.અને તેના કબ્જા માંથી રૂ.35,370ની રોકડ કબજે કરી લીધી હતી.


Google NewsGoogle News