જામનગરના વીજ ગ્રાહક દ્વારા વિજ ચોરીની સ્માર્ટ રીત : લેબોરેટરીમાં મીટર ચેકિંગ દરમિયાન ખુલ્યું કારસ્તાન

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
જામનગરના વીજ ગ્રાહક દ્વારા વિજ ચોરીની સ્માર્ટ રીત : લેબોરેટરીમાં મીટર ચેકિંગ દરમિયાન ખુલ્યું કારસ્તાન 1 - image


Jamnagar PGVCL : જામનગરમાં PGVCLની લેબોરેટરીમાં ગઈકાલે એક વિજ ગ્રાહકના વિજ મીટરમાં ચેર્કિંગ દરમિયાન સ્માર્ટ રીતે કારીગીરી કરીને અનોખી રીતે વીજ ચોરી પકડાઈ છે, અને તે વીજ ગ્રાહકને રૂપિયા એક લાખથી વધુનું પુરવણી બિલ અપાયું છે.

ક્રિકેટ બંગલો પાસે સિલ્વર એ 501 નંબરના ફ્લેટમાં શંકાનાં આધારે પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ મીટર બદલાવવામાં આવ્યું હતું. અને જૂનું મીટર વીજ તપાસણી કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ હતું.જ્યાં ગઈકાલે આ મીટરનું પરીક્ષણ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ દ્વારા લેબોરેટરી અધિકારી સાથે રહી તપાસણી કરવામાં આવી હતી. જેમાં મીટર બોડી પાછળ નાનો ચોરસ કટકો કાપીને અંદરની મીટર સર્કિટ સાથે એક વધારાનો રજિસ્ટન્સ જોડેલો હતો. અને નરી આંખે જોઈ નાં શકાય તેવી સ્માર્ટ રીતે ફરીથી મીટર બોડી સાથે ચિપકાવી દીધેલું હતું. 

આ બાહ્ય રઝિસ્ટન્સની મદદથી વીજ મીટરમાં નોંધાતો પાવર અટકાવી સ્માર્ટ રીતે વીજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું. જેથી વીજ ચોરી બદલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા વીજ અધિનિયમ 2003 ની કલમ 135 હેઠળ કાર્યવાહી કરી વિજ પોલીસ મથકે એફ.આઈ.આર. નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને કચેરી દ્વારા રૂ.1,01,368નું પુરવણી બિલ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.


Google NewsGoogle News