જામનગરમાં સિક્કાના સામાજિક કાર્યકરને મોબાઈલ ફોન પર ધમકી : સિક્કાના જ બે નામચીન શખ્સો સામે ફરિયાદ

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
જામનગરમાં સિક્કાના સામાજિક કાર્યકરને મોબાઈલ ફોન પર ધમકી : સિક્કાના જ બે નામચીન શખ્સો સામે ફરિયાદ 1 - image

જામનગર,તા.28 ડિસેમ્બર 2023,ગુરૂવાર

જામનગર તાલુકાના સિક્કામાં રહેતા એક સામાજિક કાર્યકરને ધાક ધમકી અપાઇ છે, અને ઘરની બહાર નીકળશે, તો ગોત્યો નહીં જડે, તેમ કહી ધમકી આપનાર સિક્કાના જ બે નામચીન શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે સિક્કામાં ઈદ મસ્જિદની બાજુમાં રહેતા અને સામાજિક કાર્યકર તરીકે કામ કરતા સલીમભાઈ મજીદભાઈ મુલ્લા નામના 48 વર્ષના યુવાને સિક્કા પોલીસ મથકમાં પોતાને મોબાઈલ ફોન પર પતાવી દેવાની ધમકી આપવા અંગે સિક્કા પંચવટી સોસાયટીમાં રહેતા જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઉર્ફે રવિ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓએ ફરિયાદી યુવાનને પોતાના મોબાઈલ ફોન પરથી વાત કરીને ગાળો આપી હતી, અને જો તું ઘરની બહાર નીકળે છે, તો તું ગોત્યો નહીં જડે, અને તને ક્યાંય ગામમાં નીકળવા નહીં દઈએ તેમ કહી પતાવી દેવાની ધમકીઓ ઉચ્ચારી હોવાથી મામલા સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેઓ સામે ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ બંને આરોપીઓને શોધી રહી છે.


Google NewsGoogle News