જામનગર તાલુકાના ગાડુકા ગામમાં બાવળની ઝાળીમાં દારૂનો જથ્થો સંતાડી રહેલા ત્રણ શખ્સો સિક્કા પોલીસના હાથે ઝડપાયા
Image Source: Freepik
જામનગર, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર
જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સતત ત્રીજા દિવસે દારૂ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો, અને જામનગર તાલુકાના ગાડુકા ગામમાં બાવળ ની ઝાડી માં દારૂનો જથ્થો સંતાડી રહેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે, અને બાઈક, મોબાઈલ ફોન તેમજ દારૂ સહિતની સામગ્રી કબજે કરી છે.
જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર તાલુકાના ગાડુકા ગામમાં સ્મશાન ની બાજુમાં બાવળની જાળીમાં અમુક તત્વો એકત્ર થઈને ઇંગલિશ દારૂનો જથ્થો સંતાડી રહ્યા છે, જે બાતમીના આધારે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો.
જે દરમિયાન ત્રણ શખ્સો દારૂની હેરાફેરી કરી રહેલા મળી આવ્યા હતા.આથી પોલીસે બનાવવાના સ્થળેથી 108 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો, અને એક બાઈક તથા મોબાઈલ ફોન વગેરે કબજે કર્યા છે.
જ્યારે દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દરેડના સાગર રામજીભાઈ બારૈયા, લાલપુર તાલુકાના પીપળી ગામના કાળુભાઈ સોમાભાઈ ભુરીયા તેમજ આરબલુ ગામના અજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ની અટકાયત કરી લીધી છે.
જે ત્રણેયની સામે પોલીસે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં ઉપરોક્ત દારૂ નો જથ્થો ગીર સોમનાથ જિલ્લાના ઉના ગામના વતની સુધીરસિંહ દરબારે સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી તપાસનો દોર ઉના સુધી લંબાવ્યો છે.