જામનગર: જોડિયા તાલુકાના બેરાજા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
- જોડીયા પંથકના દસ જેટલા ગામમાંથી અરજદારો જુદી-જુદી સેવાઓનો લાભ લીધો
જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
જોડિયા તાલુકાના બેરાજા ગામમાં તંત્ર દ્વારા શનિવારે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના દસ જેટલા ગામના અરજદારોએ વિવિધ કામોનો લાભ લીધો હતો, અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
આ કાર્યક્રમમાં જોડિયાની મામલતદાર કચેરીના નાયબ મામલતદાર એમ.ડી.દવે ઉપરાંત જે.એમ.પરમાર તથા ભીમજીભાઇ ગોધાણી, જોડિયા તાલુકાના બેરાજા ગામ તેમજ આસપાસના દસ ગામના તલાટી-કમ-મંત્રી ઉપરાંત બેરાજા ગામના સરપંચ, ઉપ-સરપંચ તેમજ અન્ય આગેવાનો જોડાયા હતા.
આ સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી જુદી જુદી સેવાનો લાભ લીધો હતો.