જામનગર મહાનગરપાલિકા દ્વારા ટાઉનહોલમાં વોર્ડ નંબર 13 થી 16 માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
- જુદી જુદી સેવાઓનો લાભ લેવા માટે વહેલી સવારથી જ અનેક નાગરિકો કતારમાં ગોઠવાયા
જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 13 થી 16 ના નાગરિકો માટે નો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને ટાઉનહોલમાં જુદા-જુદા સ્ટોલ ઉભા કરી અલગ-અલગ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં વહેલી સવારથી જ લાભાર્થીઓની કતારો જોવા મળી રહી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ઉપરાંત વેરા સહિતની ૨૫ થી વધુ સુવિધાઓ એકજ સ્થળે ઉપલબ્ધ કરાવવા માટે તેમજ જુદા જુદા દાખલાઓ કઢાવવા માટે વોર્ડ નંબર 13 થી 16 ના નાગરિકો માટે નો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેનો લાભ લેવા માટે અનેક લાભાર્થીઓએ વહેલી સવારથી જ કરતા લગાવી છે. જેના માટે મહાનગર પાલિકા તેમજ અન્ય વહીવટી તંત્રની એજન્સીઓ દ્વારા સેવાસેતુ ના કાર્યક્રમ દરમિયાન દાખલાઓ કાઢી આપવા આરોગ્ય વેરાબીલ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.