ધ્રોલની દૂધની ડેરીના સંચાલકની બોલેરોમાંથી બે લાખની ચોરી કરનાર નોકર પોલીસના હાથે ઝડપાયો
image : Freepik
Jamnagar Crime : ધ્રોલ તાલુકાના વાંકીયા ગામનો રહેવાસી જીગ્નેશભાઇ રામજીભાઇ ભીમાણી નામનો આરોપી ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક મહિનાથી ફરાર હતો. રાજકોટ રેન્જના અધિકારીઓ દ્વારા ચોરીના ગુનાઓને ઝડપથી ઉકેલવા માટે પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાને અનુસરીને ધ્રોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જામનગર-રાજકોટ હાઇવે પરથી આરોપી જીગ્નેશ ભીમાણીને ઝડપી લીધો છે. જે દોઢ મહિના પહેલાં દૂધની ડેરીના સંચાલકની બોલેરોમાંથી રૂપિયા બે લાખની રોકડ રકમની ચોરી કરીને ભાગી છૂટ્યો હતો.
ઉપરોક્ત ડેરીમાં જ પોતે નોકરી કરતો હતો, અને પોતાના શેઠની નજર ચુકવીને રોકડ સાથે છુ મંતર થયો હતો. જેને પોલીસે શોધી લીધો છે, અને રોકડ રકમ કયા સંતાડી છે, અથવા તો ખર્ચ કરી નાખી છે. તેની વિગત જાણવા માટે રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.