જામનગરના વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ સંદર્ભે સ્કૂલમાં ટ્રાફિક શાખા દ્વારા સેમીનાર યોજાયો
Traffic Awareness Seminar : જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય અને પ્રજાજનો તથા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક સલામતી અર્થે અવરનેસ આવે તે માટે ગઈકાલે ટ્રાફિક શાખા જામનગર તથા આર.ટી.ઓ. કચેરી જામનગર દ્વારા સયુંકત રીતે જામનગર શહેર ડી.યાય.એસ.પી. જયવીરસિંહ ઝાલાની અધ્યક્ષતામાં સેન્ટ ઝેવિયર્સ સ્કુલ જામનગર ખાતે ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જેમાં ડી.યાય.એસ.પી. જયવીરસિંહ ઝાલા તથા પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ગજ્જર તથા આર.ટી.ઓ ઇન્સ્પેકટર જે.જે.ચુડાસમા તથા પો.સબ.ઇન્સ. આર.એલ.કંડોરીયા દ્વારા સ્કુલના 300 થી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફિક રૂલ્સ તથા ટ્રાફિક અવેરનેશ બાબતે જરૂરી માહિતી આપી વક્તા હુશેન બેડીવાલા દ્વારા સ્કુલના વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નીયમો બાબતે પી.પી.ટી. સ્લાઇડ દ્વારા ટ્રાફિકના નીયમો બાબતે પૂરતી સમજ આપવામાં આવી હતી.