જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત 'યોગા ફોર ઓલ' યોગ ક્લાસીસમાં મેમોગ્રાફી ટેસ્ટ સંબંધી સેમિનાર યોજાયો
- જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ સહિતના મહિલા અગ્રણીઓ દ્વારા મેમોગ્રાફી સંબંધી માર્ગદર્શન અપાયું
જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર
જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ટ્રેનર્સ સંચાલિત 'યોગા ફોર ઓલ' યોગા ક્લાસીસમાં તારીખ 21.3.2024 ના દિવસે મેમોગ્રાફી ટેસ્ટ અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં જામનગરના પૂર્વ મેયર અને પવન હંસના ડાયરેક્ટર અમીબેન પરીખ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ વેળાએ તેઓની સાથે શહેર ભાજપના મહિલા અગ્રણી મોનિકાબેન વ્યાસ, તેમજ જામનગર જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર હર્ષિતા મહેતા ઉપસ્થિત રહ્યા હતા. યોગ બોર્ડના 50 થી વધુ સાધકો ઉપરાંત આયોજન કર્તા પ્રીતિ એન.પારેખ, શીતલ કનખરા, પૂનમ અગ્રવાલ, સોનલ કનખરા, શિલ્પા દાવદરા, નયનાબા જાડેજા તેમજ વર્ષાબેન મુંજાલ વગેરે જોડાયા હતા.
જે તમામને અમીબેન પરીખ દ્વારા મેમોગ્રાફી સંબંધી જરૂરી માર્ગદર્શન અપાયું હતું, અને તમામ સાધકો વગેરે મેમોગ્રાફીના ચેકઅપ માટે તૈયાર થયા છે.