જામનગર મહાનગર પાલિકાનાં અધિકારી ઉપર હુમલાની દહેશતના પગલે સુરક્ષા ગાર્ડ તૈનાત કરાયા
જામનગર મહાનગરપાલિકાના અધિકારીને ધાક ધમકી આપવાના બનાવ સંદર્ભમાં પોલીસ ફરિયાદ નોંધાયા પછી મ્યુનિ. કમિશનર દ્વારા આ અધિકારીને સુરક્ષા આપી દેવા માં આવી છે. અને તેમની ચેમ્બરની બહાર ની સુરક્ષા ગાર્ડ ની નિમણૂક કરી દેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સીટી એન્જિનિયર ભાવેશ જાની ને કોંગ્રેસ ના મહિલા કોર્પોરેટર ના પતિ દીપુ પારિયા દ્વારા ધાક ધમકી આપી ખંડણી માંગવામાં આવી હતી.
આ બનાવ અંગે અધિકારી ભાવેશ જાની દ્વાર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી .તો મનપા નાં ટેકનિકલ યુનિયન આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શનિવારે બ્રહ્મ સમાજ દ્વારા પણ મ્યુનિ.કમિશનર અને એસ પી ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ બનાવના પગલે મ્યુનિ કમિશનર ડી એન મોદી દ્વારા સીટી એન્જિનિયર ભાવેશ જાની ની ચેમ્બરની બહાર ખાસ સુરક્ષાગાર્ડ ની નિમણૂક કરી દેવામાં આવી છે. આમ અધિકારી ન ઉપર હુમલા દહેશત નાં કારણે તેની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.