જામનગરના પ્રદર્શન મેદાનમાં ભરાયેલી ગુજરી બજારમાં સિક્યુરિટી ગાર્ડનો મોબાઇલ ફોન ચોરાયો

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
જામનગરના પ્રદર્શન મેદાનમાં ભરાયેલી ગુજરી બજારમાં સિક્યુરિટી ગાર્ડનો મોબાઇલ ફોન ચોરાયો 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર

જામનગરમાં નવાગામ ઘેડ ગાયત્રી ચોકમાં જશવંત સોસાયટીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડનો પ્રદર્શન મેદાનમાં ભરાયેલી ગુજરી બજારમાંથી મોબાઇલ ફોન ચોરી થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

નવાગામ ઘેડમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અશોકસિંહ હનુભા જાડેજા (ઉંમર 47) કે જે ઓ શુક્રવારે ભરાતી ગુજરી બજારમાં પ્રદર્શન મેદાનમાં ગયા હતા, જ્યાં કોઈ તસ્કરો એ ગિરદીનો લાભ લઈ તેમના ખિસ્સામાંથી રૂપિયા 9,900ની કિંમતના મોબાઈલ ફોન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.


Google NewsGoogle News