જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં બીજા માળે પાણીનો છંટકાવ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું નીચે પટકાઈ પડતાં મૃત્યુ

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં બીજા માળે પાણીનો છંટકાવ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું નીચે પટકાઈ પડતાં મૃત્યુ 1 - image

image : Freepik

જામનગર,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર

જામનગરમાં કામદાર કોલોનીમાં રહેતા એક સિક્યુરિટી ગાર્ડ નવા બંધાઈ રહેલા એક બિલ્ડીંગના બીજા માળે પાણીનો છંટકાવ કરી રહ્યા હતા, દરમિયાન અકસ્માતે બીજા માળેથી નીચે પટકાઈ પડ્યા હતા, અને ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.

 આ બનાવની હકીકત એવી છે કે જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર-3 માં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મેરામણભાઇ કરસનભાઈ પરમાર (ઉંમર વર્ષ 65) કે જેઓ ગઈકાલે કામદાર કોલોની શેરી નંબર ત્રણમાં આંગન એકસોટીસ નામના બિલ્ડિંગમાં બીજા માળે પાણીનો છંટકાવ કરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે તેઓનો પગ લપસી પડતાં નીચે પટકાયા હતા અને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના પુત્ર દિપકભાઈ મેરામણભાઇ પરમારએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News