જામનગરના બેડી વિસ્તારમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સુરક્ષા એજન્સીઓની માર્ચપાસ્ટ

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
જામનગરના બેડી વિસ્તારમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સુરક્ષા એજન્સીઓની માર્ચપાસ્ટ 1 - image

જામનગર,તા.16 માર્ચ 2024,શનિવાર

આગામી લોકસભા સામાન્ય ચુંટણીના અનુસંધાને સી.એ.પી.એફ.દળ તથા સીટી બી.ડિવિઝન પોલિસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, અને સમગ્ર ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અન્છિનીય બનાવ ન બને, તે માટે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના બેડી વિસ્તારમાં માર્ચપાસ્ટ કરવામાં આવી હતી.

 જામનગરના સીટી બી. ડિવિઝનના પી.આઈ. એચ.પી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી બી. ડિવિઝનના અન્ય પીએસઆઇ તથા અન્ય પોલીસ સ્ટાફ તેમજ સુરક્ષા દળના જવાનો વગેરે દ્વારા બેડીના અલગ અલગ વિસ્તારમાં માર્ચપાસ્ટ કરવામાં આવી હતી.


Google NewsGoogle News