જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં: મોસમનું સૌથી નીચું તાપમાન નોંધાયું
નવા વર્ષના આરંભે શિયાળાએ પકડ જમાવી: તાપમાનનો પારો 12.0 ડિગ્રીએ પહોંચતાં તિવ્ર ઠાર અનુભવાયો
જામનગર,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર
ઇસુના નવા વર્ષના આરંભથી જ હાલારમાં શિયાળો પકડ જમાવી રહ્યો છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી ઘટાડા સાથે 12.0 ડિગ્રીએ પહોંચતાં શીત લહેર છવાઇ ગઇ હતી, અને મોસમનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.
ખાસ કરીને વહેલી સવારે બેઠા ઠારનું સામ્રાજય છવાતાં જનજીવન પર તેની ઘેરી અસર જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડી વધારો થતા લોકોએ તાપણાનો સહારો લેવો પડ્યો હતો.
જામનગર શહેરમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 12.0 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 84 ટકા અને પવનની ગતિ 3.8 કિ.મી.પ્રતિ કલાકની નોંધાઇ હતી.