Get The App

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર મોરકંડા નજીક કાર અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં સ્કૂટર ચાલક ઘાયલ

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર મોરકંડા નજીક કાર અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં સ્કૂટર ચાલક ઘાયલ 1 - image

જામનગર,તા.27 ફેબ્રુઆરી 2024,મંગળવાર

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર મોરકંડા ગામના પાટીયા પાસે સ્કૂટર તેમજ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સ્કૂટર ચાલકને ગંભીર ઇજા થઈ છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતા ગોવિંદભાઈ મધાભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 51) કે તેઓ પોતાનું સ્કૂટર લઈને મોરકંડા ગામના પાટીયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન પુરપાટ વેગે આવી રહેલી જી.જે.10 ડી.એ. 9746 નંબરની ક્રેટા કારના ચાલકે સ્કૂટરને હડફેટમાં લઈ લેતાં ગોવિંદભાઈને હાથ-પગ અને પાંસળીમાં ફ્રેકચર સહિતની ઇજાઓ થઈ હતી, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 આ અકસ્માતના બનાવ અંગે ગોવિંદભાઈના ભાઈ પ્રવીણભાઈ બધાભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News