Get The App

કાલાવડના મોટા વડાળા ગામે તરગારા જોવા ગયેલા અનુસૂચિત જાતિના યુવાનને મારમારી હડધૂત કરાયો: ત્રણ સામે ફરિયાદ

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
કાલાવડના મોટા વડાળા ગામે તરગારા જોવા ગયેલા અનુસૂચિત જાતિના યુવાનને મારમારી હડધૂત કરાયો: ત્રણ સામે ફરિયાદ 1 - image

જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અનુસૂચિત જાતિના યુવાનને તરગારાનો કાર્યક્રમ જોવા જતી વેળાએ ત્રણ શખ્સોએ હડધુત કરી માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા અરુણભાઈ મેઘજીભાઈ ચંદ્રપાલ નામના અનુસૂચિત જાતિના યુવાને પોતાને માર મારી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે મોટા વડાળા ગામના ફિરોજ ગીગાભાઈ મોગલ, રાજુ ગીગાભાઈ મોગલ અને તેના એક અન્ય સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે.

 ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન ગામના ચોરામાં તરગારા જોવા ગયો હતો, જ્યાં આરોપીઓ ભેગા થયા હતા, અને તારે સરપંચ બાબતે કશું બોલવાનું નથી, તેમ કહી માર માર્યો હતો.જે ત્રણેય આરોપીઓને પોલીસ શોધી રહી છે.


Google NewsGoogle News