Get The App

જામનગરના સૈફી ટાવરને 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરાઈ

Updated: Feb 27th, 2022

GS TEAM


Google News
Google News
જામનગરના સૈફી ટાવરને 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરાઈ 1 - image


જામનગર, તા.27

જામનગરના સૈફી ટાવરને 100 વર્ષ પૂર્ણ થતાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી .અને આતશબાજી પણ કરવામાં આવી હતી. આ સમયે મેયર બીનાબેન કોઠારી અને વ્હોરા સમાજના અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

આ સૈફી ટાવરનો પાયો હિઝ હોલીનેઝ મહારાજા જામ રણજીતસિંહજી બહાદુર મહારાજા જામ સાહેબ ઓફ નવાનગર સ્ટેટ એ તા. 20/04/1920ના રોજ દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ નામદાર હિઝ હોલીનેઝ સૈયદના તાહેર સૈફુદ્દીન સાહેબની હાજરીમાં અને તેમની સાથે નવાનગર સ્ટેટના સ્ટાફ ફજલભાઈ, કુતુબુદ્દીનભાઈ, મોહસીનભાઈ, ફખરુદ્દીનભાઈ, મોહમ્મદભાઈ, બદરૂદ્દીનભાઈ, અબ્દુલહુસેનભાઈ, ઇજ્જુદીનભાઈ સમૂનભાઈ, શેખ હૈદરઅલીભાઈ, શેખ ઇબ્રાહિમ દિવાન, શેખ અલીમોહમ્મદ મુલ્લા ઇશાજી દિવાન ,મોહમ્મદભાઈ અમીજી મોદી (કોન્ટ્રાકટર ) સ્ટેટ એન્જિનયર ડાહ્યાભાઇ બી. કોરા વગેરેની હાજરીમાં નાખવામાં આવ્યો હતો. 

જામનગરના સૈફી ટાવરને 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરાઈ 2 - image

આ ટાવરની ડિઝાઇન સ્ટેટ એન્જિનયર ડાહ્યાભાઇ બી. કોરાએ બનાવી હતી. આજથી 10 વર્ષ પેહલા દાઉદી વ્હોરા સમાજના 52(બાવન) માં ધર્મ ગુરુ નામદાર  હિસ હોલીનેઝ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ જામનગરમાં આવ્યા હતા ત્યારે આ સૈફી ટાવર પર લોકોને દર્શન આપવા બિરાજમાન થયા હતા. અને દર્શન આપવાની આ રીત-રસમ ત્યારથી જામનગરમાં શરૂ થઈ હતી.

Tags :