Get The App

મોરબીનાં 600 કરોડનાં ડ્રગ્સકાંડમાં સચાણાનાં માછીમારની બોટ કબ્જે

- ગુજરાત એટીએસની ટીમની આગળ ધપતી તપાસ

- સચાણાનાં શખ્સે પુણેનાં ઇસમને 500 કરોડનું ડ્રગ્સ સપ્લાય કર્યાનું ખુલવાથી એ બન્નેને પકડીને રિમાન્ડ પર લઇ પુછપરછ

Updated: Dec 1st, 2021


Google NewsGoogle News
મોરબીનાં 600 કરોડનાં ડ્રગ્સકાંડમાં સચાણાનાં માછીમારની બોટ કબ્જે 1 - image


જામનગર, : મોરબીના ઝીંઝુડા ગામમાંથી ઝડપાયેલા 600 કરોડ ઉપરાંતના ડ્રગ્સના જથ્થાની ચાલી રહેલી તપાસ દરમ્યાન જામનગરના સલાયા, જોડીયાના શખ્સોની સંડોવણી બહાર આવ્યા પછી સચાણાના એક શખ્સની પણ સંડોવણી જણાઈ આવતાં એટીએસે સચાણા એક શખ્સ અને પુનાના એક શખ્સની ધરપકડ કરી હતી. તે પછી ગઈકાલે સચાણામાંથી એટીએસ ટીમે ડ્રગ્સ હેરાફરી માં વપરાયેલી એક બોટ કબ્જે કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા  ૫ોલીસે ખંભાળિયાના આરાધનાધામ તથા સલાયામાંથી ૬૬ કિલો ઉપરાંતના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. તે પછી રાજ્યની એટીએસની ટીમે મોરબીના ઝીંઝુડા ગામમાંથી સલાયાના શખ્સ સહિત ત્રણને 120 કિલો ઉપરાંતના ડ્રગ્સના જથ્થા સાથે ઉપાડી લીધા હતા. તે પછી કલ્યાણપુરના નાવદ્રામાંથી ડ્રગ્સનો જથ્થો એટીએસે કબ્જે લીધો હતો.  આરોપીઓની શરૂ કરાયેલી પુછપરછ દરમ્યાન જોડીયાના રહીમ નોડે નામના શખ્સે જામનગરના બેડી બંદર પાસે છુપાવેલુ બે કિલો ડ્રગ્સ કાઢી આપ્યુ હતું. જેના પગલે એક હજાર કરોડ ઉપરાંતના ડ્રગ્સના આ પ્રકરણમાં કુલ 11  શખ્સની ધરપકડ થવા પામી હતી.

તે પછી પંજાબના એક શખ્સ અને નાઈજીરીયાના એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સોની પુછપરછમાં જામનગર તાલુકાના સચાણાના જાવીદ ઉર્ફે જાબીયર અને મહારાષ્ટ્રના પુણે  ના સરજેરાવ કેશવરાવ ગરડના નામ ખુલ્યા હતા. તે દરમ્યાન અગાઉ ઝડપાઈ ચુકેલા જોડીયાના ઈશા રાવ નામના શખ્સે પણ સચાણાના જાવીદે પુણેના શખ્સને રૂા. 500 કરોડનું ડ્રગ્સ સપ્લાય કર્યાની વિગત આપી હતી.

જેથી સચાણામાં  આવેલી એટીએસની ટીમે આ બન્ને શખ્સોને પકડી લીધા છે, અને મોરબી કોર્ટમાં રજૂ કરી બાર દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે. ગઈકાલે આરોપી જાબીયર સાથે સચાણા આવી પહોંચેલી એટીએસની ટીમે તપાસના ભાગરૂપે, ડ્રગ્સ સપ્લાયના ઉપયોગમાં લેવાયેલી એક બોટ કબ્જે કરી લીધી છે.અને વધુ તપાસ હાથ ધરી છે.

નાઇઝીરીયન સહિત 4 આરોપી જેલ હવાલે થયા 

મોરબીથી કરોડોની કિંમતના હેરોઇન કેસમાં ગુજરાત એટીએસ ટીમે દ્વારકા જિલ્લાના હાજી દાઉદ સંધાર, મહેબુબ હાજી સંધાર, જામનગરના રહીમ ઉર્ફે હાજી અકબર નોડે અને મુળ નાઇજીરીયન અને હાલ ન્યુ દિલ્હી રહેતો માઇકલ યુગોચુકો ક્રિશ્ચિયન એમ વધુ ચાર આરોપીને ઝડપી લીધા હતા. જે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી એટીએસ ટીમે 10  દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જે રિમાન્ડ પૂર્ણ થતા આજે એસટીએસ પીએસઆઇ સિદ્ધાર્થ સોની અને કલ્પેશ પટેલની ટીમ આરોપીઓને મોરબી કોર્ટમાં રજૂ કર્યા હતા અને બાદમાં સાબમતી જેલહવાલે કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News