કાલાવડ નજીક નિકાવા રોડ પર આવેલા પેટ્રોલ પંપના સંચાલક સાથે રૂપિયા 59, 981ની છેતરપિંડી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે આવેલા એક પેટ્રોલ પંપમાં હંગામી ધોરણે ફીલર તરીકે નોકરીમાં રહેલા બે શખ્સોએ પેટ્રોલ-ડીઝલના હિસાબની 59, 981ની રોકડ રકમ ગ્રાહકો પાસે ઉઘરાવ્યા પછી તે જમા નહીં કરાવી બારોબાર બાગી છૂટ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ બંને શખ્સોને શોધી રહી છે.
આ ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતા અને નિકાવા રોડ પર પેટ્રોલ પંપ ધરાવતા કરમણભાઇ દેવજીભાઈ ગોરસીયા નામના પેટ્રોલ પંપ સંચાલકે પોતાના પેટ્રોલ પંપમાં ફિલર તરીકે હંગામી ધોરણે નોકરી પર રહેલા રાજસ્થાનના વિરેન્દ્ર સિંહ હમીરસિંહ અને તેના મિત્ર દીપક સામે રૂપિયા 59, 981ની રકમ ઓળવી જવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને શખ્સ ફિલર તરીકે નોકરી કરવા માટે જોડાયા હતા, અને તેઓએ જુદા જુદા ગ્રાહકો પાસેથી 59, 981ની રોકડ રકમ ઉઘરાવ્યા પછી પેટ્રોલ પંપમાં જમા નહીં કરાવી બારોબાર ભાગી છૂટ્યા હતા. જેથી બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે. જે આરોપીઓને કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ વી.એ.પરમાર અને તેઓની ટીમ શોધી રહી છે.