Get The App

જામનગરમાં મહિલા સાથે વિશ્વાસઘાતનો ગુન્હો : રૂપિયા 50 હજારની છેતરપિંડીનો આરોપ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
જામનગરમાં મહિલા સાથે વિશ્વાસઘાતનો ગુન્હો : રૂપિયા 50 હજારની છેતરપિંડીનો આરોપ 1 - image

image : Freepik
Jamnagar Fraud Case : જામનગર શહેરની સિટી સી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં અશોકબા ગીનુભા સોઢાએ આરોપી અશ્વીન પ્રતાપભાઇ દવે વિરુદ્ધ આઈપીસી કલમ 406 હેઠળ વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો છે. 

ફરિયાદીનો આરોપ છે કે, આરોપી અશ્વીન દવેએ તેમને વિશ્વાસમાં લઈને તેમના 50,490 રૂપિયા પડાવી લીધા હતા અને પછી પૈસા પરત આપ્યા ન હતા. આ ઘટના તા.11.06.2023 થી 11.12.2023દરમિયાન બની હતી.

ફરિયાદ મુજબ, આરોપી અશ્વીન અને ફરિયાદી અશોકબા એક જ હોસ્ટેલમાં કામ કરતા હતા. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને પૈસા માંગ્યા હતા અને વચન આપ્યું હતું કે, તે પૈસા પરત કરશે. પરંતુ આરોપીએ પૈસા પરત ન કરતાં ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિટી સી. ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.એ આ મામલે ફરિયાદ નોંધી છે અને આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે.


Google NewsGoogle News