Get The App

જામનગર: કાલાવડ તાલુકાના અરલા ગામમાં ગ્રામ પંચાયતની પાણીની મોટરના કેબલની ઉઠાંતરી

Updated: Oct 28th, 2021


Google NewsGoogle News
જામનગર: કાલાવડ તાલુકાના અરલા ગામમાં ગ્રામ પંચાયતની પાણીની મોટરના કેબલની ઉઠાંતરી 1 - image


- ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં વાયર ચોરી અંગે નોંધાવાઇ ફરિયાદ

જામનગર,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર 

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામમાં આવેલી ગ્રામ પંચાયતની પાણીની મોટર માટેના રૂપિયા 32 હજારની કિંમતના કેબલની કોઇ તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના અરલા ગામમાં ફુલજર નદીના કાંઠે ગ્રામ પંચાયત હસ્તકની ઓરડી આવેલી છે. જ્યાં પાણીની મોટર અને તેના કેબલ વગેરે રાખવામાં આવ્યા છે.

ઉપરોકત સ્થળે ગત રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ રૂપિયા 32 હજારની કિંમતના કેબલની ચોરી કરી લઇ ગયા હતા. આથી અરલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સમજુબેન રવજીભાઈ કોયાણીએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં વાયર ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News