Get The App

જામનગરમાં તા.24 ના રોજ બપોરેથી તા.25 ફેબ્રુઆરી સવારે સુધી ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં તા.24 ના રોજ બપોરેથી તા.25 ફેબ્રુઆરી સવારે સુધી ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ 1 - image

image : Socialmedia

- વાહનચાલકોએ વૈકલ્પિક રુટ તરીકે સાત રસ્તા સર્કલથી એસ.ટી.બસ સ્ટેન્ડ તરફ તથા ટાઉન હોલ-તીનબતી-અંબર સર્કલ તરફનો રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે

- અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પડાયું

જામનગર,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

આગામી તા.24-25/02/2024ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય, આથી જામનગર શહેરના ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારના વાહનો માટે તા.24 અને 25 ફેબ્રુઆરી 2024 ના રોજ રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

સદરહુ જગ્યાએ ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા, ટ્રાફીકને વૈકલ્પીક રસ્તાઓ પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા મહાનુભાવની સલામતીની દ્રષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જામનગર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1) (બ) અન્વયે તમામ પ્રકારના વાહનો માટે તા.24-02-2024 ના રોજ 3.00 કલાકથી તા.25-02-2024 ના રોજ 9.00 કલાક સુધી ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના બંને સાઈડના રોડ પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ માર્ગના વૈકલ્પિક રૂટ તરીકે વાહનચાલકોએ સાત રસ્તા સર્કલથી લઈ એસ.ટી. બસ સ્ટેન્ડ તરફનો રૂટ તથા ટાઉન હોલ-તીનબતી- અંબર સર્કલ તરફનો રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે.

ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ, કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા વાહનો તથા ફાયર સર્વિસ તેમજ સદરહુ રસ્તા પર આવેલ સરકારી વસાહતમાં રહેતા લોકોને ખરાઈ કરી અવરજવર માટે બંદોબસ્ત ઈન્ચાર્જના સંકલનમાં રહી જરૂર જણાયે મુક્તિ આપવાની રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.


Google NewsGoogle News