જામનગરમાં ગુજરાત ગેસ દ્વારા કરાયેલા ગાબડાઓએ વાહનચાલકોને હેરાન પરેશાન કર્યા : સમારકામમાં વિલંબ
Jamnagar : જામનગર શહેરમાં ગુજરાત ગેસની પાઇપલાઇન નાખવાના કામ દરમિયાન રોડ પર પડેલા ગાબડાઓ મહિનાઓથી અધૂરા પડ્યા છે. આ ગાબડાઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી હરિભાઈ ની વાડી વિસ્તારમાં આ સમસ્યા વધુ ગંભીર છે.
ગુજરાત ગેસના કોન્ટ્રાક્ટરો દાવો કરે છે કે તેમણે સમારકામ માટેના પૈસા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવી દીધા છે, પરંતુ કોર્પોરેશન આ બાબતે કોઈ પગલાં લેતી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અળશુ વલણને કારણે જ આ સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી.
જામનગરના નાગરિકોની માંગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન આ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે ગાબડાઓને પૂરવાની કામગીરી શરૂ કરે. આ સમસ્યાના નિરાકરણ માટે જામનગરના લોકો અને સમાજ સેવી સંસ્થાઓએ પણ આગળ આવીને કોર્પોરેશનને જવાબદાર બનાવવા માટે પ્રયાસો કરવા જોઈએ.