જામનગરમાં સમર્પણ સર્કલ પાસેથી થયેલી રીક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો: એક તસ્કરની અટકાયત
image : freepik
જામનગર,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર
જામનગરમાં રહેતા એક રીક્ષા ચાલકે પોતાની રીક્ષા સમર્પણ સર્કલ નજીક સૌચાલય પાસે પાર્ક કરી હતી, જ્યાંથી કોઈ તસ્કર ચોરી કરી લઇ ગયા હતા, જે ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને સીટી સી. ડિવિઝન પોલીસે એક રિક્ષા ચાલક તસ્કરની અટકાયત કરી લીધી છે, તેમજ રિક્ષા કબજે કરાઈ છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 નહેરુનગર શેરી નંબર 10 માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા નટવરલાલ નાનજીભાઈ પરમારે પોતાની રીક્ષા સમર્પણ સર્કલ નજીક સૌચાલયની બહાર પાર્ક કરી હતી, જ્યાંથી કોઈ તસ્કરો રૂપિયા 40 હજારની કિંમતની રીક્ષાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસે તપાસ કર્યા પછી રીક્ષા ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામના વતની અને હાલ જામનગરમાં વામ્બે આવાસમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા દિપક મંગાભાઈ સિંગરખીયાને ઝડપી લીધો છે, અને તેની પાસેથી ચોરાઉ રિક્ષા કબજે કરી લીધી છે.