ખંભાળિયાથી જામનગર પ્રસંગમાં આવેલા ખેડૂતના મોબાઈલ ફોનની ચોરી કરનાર રીક્ષા ચાલકને પોલીસે જડપી પાડ્યો
image : Freepik
Mobile Theft Case Jamnagar : ખંભાળિયાથી એક ખેડૂત તાજેતરમાં જામનગરમાં એક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા, અને રિક્ષામાં બેસીને ગુલાબ નગર ઉતર્યા હતા જે દરમિયાન તેઓનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયો હતો.
જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી સીટી બી. ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી મોબાઇલ ફોનની ચોરી કરનાર રીક્ષા ચાલકને શોધી કાઢ્યો છે, અને તેની પાસેથી ચોરાઉ મોબાઈલ ફોન કબજે કરી લીધો છે.
ખંભાળિયાના એક ખેડૂત આજથી સાત દિવસ પહેલાં જામનગરમાં એક પ્રસંગમાં આવ્યા હતા, અને તેઓ એક રિક્ષામાં બેસીને ગુલાબનગર ઉતર્યા હતા, જે દરમિયાન તેઓના રૂપિયા 12,000 ની કિંમતનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હતો.
જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી સીટી બી. ડિવિઝન પોલીસે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમના સીસીટીવી કેમેરા વગેરે ચકાસ્યા હતા. જેમાં જીજે 10 ટી.ઝેડ. 6700 નંબરની રીક્ષા જોવામાં આવી હતી. જે રીક્ષા ચાલક હુસેન દાઉદ જુણેજાની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, અને સુભાષ બ્રિઝ નીચેથી ઉપરોક્ત રીક્ષા ચાલક મળી આવ્યો હતો. જે રીક્ષાચાલકની તલાસી લેતાં તેના કબજામાંથી ખેડૂતનો ચોરાયેલો મોબાઈલ ફોન મળી આવ્યો હોવાથી તેની અટકાયત કરી લીધી છે, અને મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.