જામનગર નજીક નાની ખાવડીમાંથી રીક્ષાચાલક ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો: સપ્લાયરનું નામ ખુલ્યું

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
જામનગર નજીક નાની ખાવડીમાંથી રીક્ષાચાલક ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો: સપ્લાયરનું નામ ખુલ્યું 1 - image

image : Freepik

જામનગર,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડી એક રીક્ષાચાલકને ઈંગ્લીશ દારૂ સાથે પકડી પાડ્યો છે, જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર મુંગણી ગામના એક શખ્સને ફરાર જાહેર કરાયો છે.

આ દરોડાની વિગત એવી છે કે સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાની ખાવડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં એક રીક્ષાચાલક પસાર થતાં તેને અટકાવીને રીક્ષાની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન રિક્ષામાંથી 10 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રિક્ષા અને દારૂ કબજે કરી લઇ તેના ચાલક મુંગણી ગામના કિરીટસિંહ જેમલજી દેદાની અટકાયત કરી લીધી છે.

પોલીસની પૂછપરછમાં તેને ઉપરોક્ત દારૂનો જથ્થો મૂંગણી ગામના યુવરાજસિંહ કિરીટસિંહ દેદાએ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

દારૂ અંગેનો બીજો દરોડો કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના બસ સ્ટેશન પાસે પાડવામાં આવ્યો હતો. જયાં ઇંગલિશ દારૂ સાથે આવેલા રાજકોટ જિલ્લાના મેટોડાના જયેન્દ્ર ઉર્ફે જયેશ શશીકાંતભાઈ બદાણીની પોલીસે અટકાયત કરી લઈ તેની પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ કબજે કરી છે.


Google NewsGoogle News