Get The App

જામનગર શહેરમાં થયેલી મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલાયો : ચોરાઉ મોબાઇલ સાથે રીક્ષા ચાલક પકડાયો

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાં થયેલી મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલાયો : ચોરાઉ મોબાઇલ સાથે રીક્ષા ચાલક પકડાયો 1 - image

image : Freepik

Mobile Theft Case in Jamnagar : જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં થયેલી મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને સીટી એ. ડિવિઝન પોલીસે ચોરાઉ મોબાઇલ સાથે એક રીક્ષા ચાલકને ઝડપી લીધો છે.

 જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતો અને રિક્ષા ડ્રાઇવિંગ કરતો સંજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામનો રીક્ષા ચાલક યુવાન મોબાઇલ ફોનની ચોરીમાં સંડોવાયેલો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે સીટી એ. ડિવિઝન પોલીસે તેને ઝડપી લીધો હતો, અને તેના કબજામાંથી રૂપિયા 20,000 ની કિંમતનો મોબાઇલ ફોન કબજે કરી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે તાજેતરમાં સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઈલ ફોન ચોરી કર્યો હોવાનું કબૂલી લીધું છે. જેની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.


Google NewsGoogle News