જામનગરના સિક્કામાંથી રીક્ષા ચાલક ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
જામનગરના સિક્કામાંથી રીક્ષા ચાલક ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો 1 - image

image : Freepik

જામનગર,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર

જામનગર નજીક સિક્કા પાટીયા પાસેથી ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા એક રીક્ષા ચાલકની પોલીસે અટકાયત કરી લઈ દારૂ અને રીક્ષા કબજે કર્યા છે.

 જામનગર તાલુકાના સિક્કામાં ભગવતી સોસાયટીમાં રહેતો વિજય જયંતીભાઈ રાઠોડ નામનો રીક્ષા ચાલક સિક્કા પાટીયા પાસેથી પસાર થતાં પોલીસે તેની રીક્ષાને આંતરીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન રિક્ષામાંથી ઇંગ્લિશ દારૂની બાટલી મળી આવી હતી.

 આથી સિક્કા પોલીસે દારૂ અને શિક્ષા કબજે કરી લઇ રીક્ષા ચાલક વિજય રાઠોડની અટકાયત કરી છે.


Google NewsGoogle News