Get The App

જામનગર જિલ્લાના બાલંભા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા 83 લોકોનું SDRFની ટીમ દ્વારા દીલધડક રેસ્ક્યુ ઓપરેશન

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લાના બાલંભા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા 83 લોકોનું SDRFની ટીમ દ્વારા દીલધડક રેસ્ક્યુ ઓપરેશન 1 - image


જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પડેલ ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે આજી-4 ડેમના પાણીના પ્રવાહના લીધે બાલંભા ગામે ખેતર વિસ્તારમાં પાણી ફરીવળતા ખેતમજુર કુટુંબ સાથે ફસાઈ ગયા હતા. 

આ મેસેજ મળતા બાલંભા સરપંચ તથા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ માટે પ્રયત્ન કરેલ. જે સફળ ન થતા તાલુકા કક્ષાએથી જિલ્લા કંટ્રોલ રૂમને મદદ માટે જાણ કરતા જિલ્લા કક્ષાએથી કલેક્ટરશ્રી બી. કે. પંડયા દ્વારા તાત્કાલિક એસ.ડી.આર.એફ.ની ટીમ મોકલતા આજે સવારથી એસ.ડી.આર.એફ. ની ટીમ મારફતે પ્રાંત અધિકારી ધ્રોલ શ્રી વી.ડી. સાકરીયાના માર્ગદર્શન તળે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં 36 પુરુષ, 19 સ્ત્રી, 28 બાળકો મળી કુલ 83 લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

આ રેસ્કયુ ઓપરેશનમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી ધરમશીભાઈ ચનીયારા, તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ જોડિયાના અધિકારીશ્રીઓ, પોલીસ સહિતનાઓએ સફળતા પૂર્વક રેસ્ક્યુ ઓપરેશનની સરાહનીય કામગીરીમાં સહયોગ આપી લોકોની મહામુલી જિંદગી બચાવવામાં મદદરૂપ થતાં સમગ્ર પરિવારે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


Google NewsGoogle News