જામનગરમાં વેકેશનના સમયમાં પણ ખાનગી શાળા ચાલુ રાખતાં NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા વિનંતી પત્ર અપાયો

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
જામનગરમાં વેકેશનના સમયમાં પણ ખાનગી શાળા ચાલુ રાખતાં NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા વિનંતી પત્ર અપાયો 1 - image

જામનગર,તા.23 નવેમ્બર 2023,ગુરૂવાર

જામનગર શહેરમાં હાલમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, તેમ છતાં તપોવન સ્કૂલમાં શાળા ચાલુ કરી દઈ શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું.

 જે અંગે જામનગર શહેર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈને ધ્યાનમાં આવ્યું હતું. દરમિયાન આજે સવારે ચાલુ શાળા કાર્ય દરમિયાન એનએસયૂઆઈ તથા જામનગર શહેર યુવક કોંગ્રેસના આગેવાનોએ શાળામાં પહોંચી જઈ શાળા સંચાલકોને વિનંતી પત્ર આપ્યો હતો, અને વેકેશન દરમિયાન શિક્ષણ કાર્ય ચાલુ નહીં રાખવા વિનંતી કરી હતી. દરમિયાન વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી.


Google NewsGoogle News