જામનગરમાં વોર્ડ નંબર-2 માં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં કોનોકાપર્સ વૃક્ષોનું વાવેતર દૂર કરવા સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
જામનગરમાં વોર્ડ નંબર-2 માં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં કોનોકાપર્સ વૃક્ષોનું વાવેતર દૂર કરવા સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત 1 - image

જામનગર,તા.03 નવેમ્બર 2023,શુક્રવાર

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-2 માં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના એરિયામાં પ્રતિબંધિત એવા કોનોકાપર્સ વૃક્ષોનું વાવેતર કરાવ્યું છે, જે દૂર કરવા માટે સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ એમ.ઝાલા તેમજ જયરાજસિંહ એ.જાડેજા દ્વારા મ્યુનિ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. બંને કોર્પોરેટરોના જણાવ્યા અનુસાર કોનોકાપર્સ વૃક્ષોના વાવવા પર સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને નિર્ણય કરવામાં આવ્યો છે.

 આ વૃક્ષ પર્યાવરણને જોખમ રૂપ હોય તેમ જ આરોગ્યને નુકસાન થતું હોય આ અંગે ધ્યાનમાં આવતાં જામનગર શહેરમાં વોર્ડ નંબર-2 માં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં આવા કોનોકાપર્સ વૃક્ષોનું વાવેતર કરાયું હોય અને મોટી સંખ્યામાં આવા વૃક્ષો ઉગેલા હોવાથી આગામી સમયમાં પર્યાવરણ અને આરોગ્યને વધુ નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે આવા તમામ વૃક્ષો દૂર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.


Google NewsGoogle News