Get The App

જામનગરના નવાગામ ગેડ વિસ્તારમાં ઉભું કરી દેવાયેલું ઇમામખાનું તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી

Updated: Sep 27th, 2022


Google News
Google News
જામનગરના નવાગામ ગેડ વિસ્તારમાં ઉભું કરી દેવાયેલું ઇમામખાનું તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી 1 - image


- જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટુકડી દ્વારા ભારે પોલીસ બંદોબસ્તની સાથે ઇમામ ખાનું દૂર કરાવાયું

જામનગર,તા.27 સપ્ટેમ્બર 2022,મંગળવાર

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ઇમામખાનું બનાવી દેવાયાની ફરિયાદ પછી મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવાઇ હતી, પરંતુ કોઈ દરકાર નહીં કરાતાં આખરે આજે  દબાણ હટાવ શાખાની ટુકડી એ ભારે પોલીસ બંદોબસ્તની સાથે ઇમામખાનાને દૂર કરવાની કાર્યવાહી આરંભી છે. આ વેળાએ થોડીવાર માટે તંગદિલી ફેલાઈ હતી, પરંતુ પોલીસ તંત્ર એ મામલો સંભાળી લીધો છે.

જામનગરના નવાગામ ગેડ વિસ્તારમાં ઉભું કરી દેવાયેલું ઇમામખાનું તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી 2 - image

 જામનગરના નવાગામ ગેડ વિસ્તારમાં વિનાયક પાર્ક પાસે જાસોલીયા સોસાયટીમાં જાહેર માર્ગ પર અંદાજે ૩૦૦ ફૂટ જેટલી જગ્યામાં ગેરકાયદે ઇમામખાનું ઊભો કરી લેવાયું હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. જેથી જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી જેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે આજે જામ્યો કોની દબાણ હટાવ શાખાની ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને નીમોડેશન કાર્ય હાથ કર્યું હતું. અંદાજે 300 ફૂટ જેટલી જગ્યા ન બનાવી દેવાયેલો ઇમામખાનું તંત્ર દ્વારા દૂર કરાયું હતું આ કાર્યવાહી સમયે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને બનાવના સ્થળની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન થોડો સમય માટે તંગ દિલ્હી ભર્યું વાતાવરણ બન્યું હતું પરંતુ સજ્જડ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, અને પોલીસ તંત્ર દ્વારા ડિમોલીશન કાર્ય પુરુ કરાવાયું છે, અને મામલો થાળે પાડ્યો છે.

Tags :