Get The App

જામનગરીઓ દ્વારા મકરસંક્રાંતિન પર્વની ગગનચુંબી ઉજવણી , રવિન્દ્ર જાડેજાએ રીવાબા સાથે ઉડાડી પતંગ

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
જામનગરીઓ દ્વારા મકરસંક્રાંતિન પર્વની ગગનચુંબી ઉજવણી  , રવિન્દ્ર જાડેજાએ રીવાબા સાથે ઉડાડી પતંગ 1 - image

જામનગર,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર

જામનગરમાં મકરસંક્રાંતિની ઉજવણી નિમિત્તે પતંગબાજીનો ટ્રેન્ડ છેલ્લા 5-7 વર્ષમાં પ્રચલિત બન્યો છે. ગઇકાલે પણ નગરજનોએ સવારથી સાંજ સુધી પોતપોતાની છત ઉપર પરીવાર તથા સ્નેહીજનો સાથે પતંગ ચગાવીને  મોજ કરી હતી. બાળકોએ પણ બ્યૂગલ, માસ્ક વગેરે સાથે પતંગબાજી કરી હતી તો ઘણા એ ડી.જે.નાં તાલ સાથે પતંગબાજી વેળા ધાબા ઉપર ઉંધીયા સહિતનાં ખાદ્ય પદાર્થો આરોગી ફૂડી સેલિબ્રેશન પણ કર્યુ હતું. સદનસીબે પવન સારો હોવાથી પતંગપ્રેમીઓએ મન ભરીને પતંગ ચગાવ્યા હતા.

જામનગરીઓ દ્વારા મકરસંક્રાંતિન પર્વની ગગનચુંબી ઉજવણી  , રવિન્દ્ર જાડેજાએ રીવાબા સાથે ઉડાડી પતંગ 2 - image

જામનગરનાં સેલિબ્રિટી કપલનું ઉતરાયણ સેલિબ્રેશન 

ભારતીય ટીમનાં ક્રિકેટર અને વિશ્વનાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં જેમની ગણના થાય છે એવા રવિન્દ્ર જાડેજા તથા તેમનાં પત્ની અને જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પતંગબાજી કરી ઉત્તરાયણ પર્વની આકાશી ઉજવણી કરી હતી. જામનગરમાં આવેલ પોતાનાં નિવાસ સ્થાને ક્રિકેટર તથા ધારાસભ્યે પતંગ ઉડાડી બાળપણ તાજું કર્યું હતું.


Google NewsGoogle News