જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં દશેરાના દિવસે સિંધી સમાજ દ્વારા રાવણદહનની કરાશે ઉજવણી

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં દશેરાના દિવસે સિંધી સમાજ દ્વારા રાવણદહનની કરાશે ઉજવણી 1 - image

image: Freepik

જામનગર,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર

રાજા મહારાજા સંતો સજ્જનો વિરો મહાપુરુષોની ગાથા સાથે સંળાયેલ સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા 'છોટાકાશી' જામનગરમાં સાત દાયકાઓથી દશેરા પર્વ પર રાવણદહન કરી અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, પાપ પર પુણ્યનો વિજય, અત્યાચાર પર સદાચારનો વિજય, ક્રોધ પર દયા અને ક્ષમાનો વિજય પ્રતીક વિજયા દશમીનો તહેવારની ઉજવણી સિંધી સમાજ કરતું આવ્યું છે. જે મુજબ આ વર્ષે પણ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ફરી સમગ્ર શહેર જિલ્લાના સનાતનીઓ સાથે ધામધૂમ પૂર્વક ઉજવાશે.

આ વર્ષે સિંધી સમાજ દ્વારા પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણીના અધ્યક્ષ સ્થાને તારીખ 12 ઓક્ટોમ્બર ગુરુવારના રોજ દશેરા ઉજવણીને લઈ શહેરના સ્વામી લિલાશાહ ધર્મશાળા ખાતે સમસ્ત સમાજની આયોજનના ભાગરૂપે બેઠક મળી હતી, જેમાં ગત વર્ષે સંજોગો કારણ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી, ત્યાર બાદ આ વર્ષે મૂળસ્થાન શહેરના મધ્યે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 24 ઓક્ટોમ્બરના વિજયાદશમી રાવણદહનનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. 

જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરભરમા મુખ્ય માર્ગો પર રામાયણના પાત્રો સાથે રામસવારી પરિભ્રમણ કરી અંતે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમી વિધાને અનુકરણી પ્રભુ શ્રીરામ પાત્ર દ્વારા તીર કમાન છોડી અગ્નિ તિર વડે રાવણ દહન વિધિ કરવામાં આવે છે.

સમગ્ર આયોજન મિટિંગમાં સિંધી સમાજના ચેરમેન પૂર્વ વિકાસમંત્રી પરમાનંદ ખટ્ટર, સેક્રેટરી કિશોર સંતાણી, ઉપપ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી, કરમચંદ ખટ્ટર, હેમંત દામાણી, હરેશ ગનવાણી, પ્રકાશ હકાણી, મિતેષ ભદ્રા, ખજાનચી ચેતનદાસ મુલચંદાણી, લીગલ એડવાઈઝર મહેશ તખ્તાણી, તથા સમાજના સેક્રેટરી કીશનચંદ ધીંગાણી, મનીષ રોહેરા, મુકેશકુમાર લાલવાણી, શંકરલાલ મંગે, પરસોતમ કકનાણી, દ્રોપદી સંતાણી, સહિત પ્યારેલાલ રાજપાલ, માયાબેન ધિંગાણી, ધનરાજ મંગવાણી, ચેતન શેઠીયા, ભગવાનદાસ ભોલાણી હાજર રહ્યા હતા.

આ ઉજવણી સંદર્ભે રામાયણ સહિત અનેક વેશભૂષા ધારણ કરી પાત્ર ભજવવા જે કોઈ નાના મોટા ભાઈઓ બહેનો વડીલોને પાત્રમાં ભાગ ભજવવા ઈચ્છુક લોકો માટે સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. 


Google NewsGoogle News