જામનગરમાંથી રાજકોટના એક બુકીને જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી લેવાયો: અન્ય ત્રણના નામ ખુલ્યા

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
જામનગરમાંથી રાજકોટના એક બુકીને જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી લેવાયો: અન્ય ત્રણના નામ ખુલ્યા 1 - image

image : Freepik

જામનગર,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર

જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 17 ના ખૂણા પાસેથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલા રાજકોટના એક બુકીને સિટી એ.ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે, જ્યારે તેની સાથે ક્રિકેટનો સટ્ટો રમનારા અન્ય ત્રણ પંટરોને ફરાર જાહેર કરાયા છે.

 આ દરોડાની વિગત એવી છે કે રાજકોટમાં રૈયા રોડ પર હનુમાનમઢી પાસે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ નારણભાઈ પટેલ નામના વેપારી, કે જે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવે છે, અને રાજકોટથી જામનગરમાં દિગ્વિટર નંબર 17 માં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.

 જે દરોડા દરમિયાન જીતેન્દ્ર બારડની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેની પાસેથી રૂપિયા 10,100ની રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સહિત 15,100 ની માલમતા કબજે કરી લેવામાં આવી છે.

 પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના લાલાભાઇ, અશોકભાઈ, અને અમિતભાઈ ઠક્કર સાથે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે  ઉપરોક્ત ત્રણેય પન્ટરને ફરાર જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરાઈ છે.


Google NewsGoogle News