જામનગરમાં શ્રાવણી સરડવા : છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા : જોડીયામાં અડધો ઇંચ વરસાદ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
જામનગરમાં શ્રાવણી સરડવા : છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા : જોડીયામાં અડધો ઇંચ વરસાદ 1 - image


Jamnagar Rain Update : જામનગર શહેરમાં ચાલુ શ્રાવણ માસ દરમિયાન શ્રાવણી સરડવા વરસી રહ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ બનેલું રહે છે અને થોડી થોડી વારે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ગઈકાલે સવારે 8.00 વાગ્યાથી આજે સવારે આઠ વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં 7 મી.મી. વરસાદ નોંધાયો હતો.

જામનગર શહેર ઉપરાંત જામનગર જિલ્લાના જોડીયામાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. જોડીયા પંથકમાં ગઈકાલે સવારે આઠ વાગ્યાથી આજે સવારે આઠ વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન 16 મી.મી. વરસાદ નોંધાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

આ ઉપરાંત જોડિયા તાલુકાના બાલંભામાં 12 મી.મી., જ્યારે ધ્રોળ તાલુકાના લતીપર ગામમાં 16 મી.મી., વરસાદ નોંધાયો છે. ઉપરાંત જામનગર તાલુકાના વસઈ, લાખાબાવળ, મોટી બાણુગર, ફલ્લા, જામવંથલી, અલિયાબાડા, દરેડ સહિતના વિસ્તારોમાં પણ છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ત્યારે કાલાવડ, ધ્રોળ, જામજોધપુર અને લાલપુરમાં વરસાદી વાતાવરણ બનેલું છે. પરંતુ મેઘરાજાએ વિરામ રાખ્યો છે.


Google NewsGoogle News