Get The App

જામનગરમાં રેલવે કર્મચારી અને તેનો પુત્ર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા, ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રેલવે કર્મચારી અને તેનો પુત્ર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા, ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ 1 - image


Jamnagar News : જામનગર નજીક હાપા રેલવે કોલોનીમાં રહેતા રેલવેના એક કર્મચારીનો પુત્ર વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો હતો. અને 10 થી 20 ટકાના વ્યાજ દરે રકમ લીધા પછી વ્યાજખોરો રેલવેના કર્મચારી અને તેના પુત્રને હેરાન કરતા હોવાથી મામલો પોલીસમાં લઈ જવાયો છે. જ્યાં ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા રેલવે કોલોનીમાં રહેતા અને રેલવેમાં નોકરી કરતા અશોકગર સોનગર મેઘનાથી એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને તેમજ પોતાના પુત્રને ત્રાસ આપી રાક્ષસી વ્યાજ માંગી હેરાન પરેશાન કરવા અંગે જામનગરમાં મેહુલ પાર્કમાં રહેતા યશપાલસિંહ મનહરસિંહ ઝાલા, હાપા મેઇન બજારમાં રહેતા ચંદુભાઈ ખીમજીભાઈ મકવાણા અને ધુવાવ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા ઈકબાલ યુસુફભાઈ ખીરા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રેલવે કર્મચારીના પુત્રએ કાર ચલાવવા માટે નાણાં લીધા હતા. પરંતુ તેને ધંધામાં ખોટ જતાં ઉપરોક્ત ત્રણેય આરોપીઓ પાસે કટકે કટકે અલગ અલગ સમયે 10 ટકાથી 20 ટકા જેટલા ઊંચા વ્યાજના દરે રકમ મેળવી હતી. જે તમામ રકમ અને વ્યાજના પૈસા વગેરે કઢાવવા માટે ત્રણેય વ્યાજખોરો પિતા પુત્રને ધાકધમકી આપી હેરાન પરેશાન કરતા હોવાથી આખરે મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. અને ત્રણેય સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મની લોન્ડરિંગ એક્ટ સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News