જામનગરમાં ચલણી નોટોના જુગાર તેમજ વરલીના જુગાર અંગે બે સ્થળે દરોડા

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
જામનગરમાં ચલણી નોટોના જુગાર તેમજ વરલીના જુગાર અંગે બે સ્થળે દરોડા 1 - image

image : Freepik

જામનગર,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર

જામનગર શહેરમાં પોલીસે ચલણી નોટોના નંબર પર જુગાર રમવા અંગે તેમ જ વરલી મટકા ના જુગાર અંગે જુદા જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

 જામનગરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો બેડી વિસ્તારમાં પૂલ નીચે પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં ચલણી નોટો ના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા હાજી જુમાભાઇ મતવા અને ધર્મેન્દ્રસિંહ ભીખુભા પરમાર નામના રીક્ષા ચાલકની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 490 ની રોકડ રકમ કબજે કરી છે.

 જામનગરમાં જુગાર અંગેનો બીજો દરોડો લીમડા લાઈન વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરી રહેલા હુસેનમીયા ઈબ્રાહીમ મિયા કાદરી નામના રીક્ષાચાલકની અટકાયત કરી લઈ તેની પાસેથી રૂપિયા 1,090ની રોકડ રકમ અને વરલી મટકાના જુગારનો સામાન કબજે કર્યો છે.


Google NewsGoogle News