જામનગર નજીક દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 જુગારીઓ પકડાયા

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 જુગારીઓ પકડાયા 1 - image

જામનગર,તા.27 જાન્યુઆરી 2024,શનિવાર

જામનગર નજીક દરેડ વિસ્તારમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને સાત પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ જુગારનો સામાન કબજે કર્યો છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં પોલીસે જુગાર રમવા અંગે સૌપ્રથમ દરોડો પાડ્યો હતો, અને ત્યાં જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા અરવિંદ રમેશભાઈ રાજપુત, મિથુન સીયારામ જાટવ, અને કનુ અશોકભાઈ જાટવની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 11,250 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબ્જે કર્યો છે.

 જુગાર અંગેનો બીજો દરોડો દરેડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા ધર્મેન્દ્રકુમાર હીરાલાલ કહાર, ધાનેશ શહીદખાન પઠાણ તેમજ મોહમ્મદફૈઝાન મોહમ્મદ પઠાણ તથા ચાંદ બાબુ મોહમ્મદ રફીક લુહારની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 4,900 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.


Google NewsGoogle News