જામનગર જિલ્લામાં દારૂ અંગે ચાર સ્થળે દરોડા

- કાલાવડનાં ખરેડી વાડી વિસ્તારમાંથી 8 બોટલ દારૂ સાથે ખેત શ્રમિક ઝડપાયો

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં દારૂ અંગે ચાર સ્થળે દરોડા 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર

જામનગર જિલ્લા નાં કાલાવડ તાલુકા નાં ખરેડી ગામે વાડી માંથી ખેત શ્રમિક ને 8 બોટલ દારૂ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

ખરેડી ગામ મા અરજણભાઇ પટેલની વાડી ખેતી કામ કરતા કિશન મલેસિંઘ મહિડા એ મગફળીનાં ભુક્કામા દારૂ છુંપાવેલો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી રૂ. 4000ની કિંમત ની 8 બોટલ દારૂ કબજે કર્યો હતો.અને આરોપી ને ઝડપી લીધો હતો.

પોલીસે દારૂનો બીજો દારોડો જામનગર પાડયો હતો.અને  સાત બોટલ દારૂ સાથે એકને પકડાયો પકડી પાડયો હતો.પટેલ પાર્ક શેરી નંબર-11માં રહેતો મન ઉર્ફે મનીયો અનિલભાઈ વ્યાસ (21) ગઇકાલે જડેશ્વર મહાદેવ મંદિર પાસે થી પસાર થતો હતો ત્યારે પોલીસે પૂર્વ બાતમી નાં આધારે તેને રોક્યો હતો.અને તલાશી લેતા તેના પાસે થી રૂ. 3500ની કિંમતની 7 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી.

જામનગર મા એચ ડી એફ સી બેન્ક પાસે થી બાઈક સાથે પસાર થતા વિપુલ બાબુભાઈ ગમારા ને એક બોટલ તથા કુણાલ સંજયભાઈ દુધાગરા ને દારૂ ની એક બોટલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.


Google NewsGoogle News