જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ક્રિકેટના સટ્ટા અંગે દરોડો
- મોબાઈલ ફોન મારફતે ક્રિકેટ પર સટ્ટો રમી રહેલો એક શખ્સ પોલીસના હાથે પકડાયો: અન્ય એક ફરાર
જામનગર, તા. 29
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમનાર એક શખ્સને સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયો છે, જ્યારે તેની સાથે ક્રિકેટનો સટ્ટો રમનાર અને એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતો નસીર દોસમામદ નામનો શખ્સ જાહેરમાં પોતાના મોબાઈલ ફોનમાં ઓસ્ટ્રેલિયા દેશમાં રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર હારજીતનો સટ્ટો રમી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો અને નસીર જોખિયાને મોબાઈલ ફોન સાથે પકડી પાડ્યો હતો.
પોલીસની પૂછપરછમાં પોતે જામનગરમાં રહેતા 9512031896 નંબરના મોબાઇલ ધારક સાથે ક્રિકેટનો સટ્ટો રમતો હોવાનું કબૂલ્યું હોવાથી પોલીસે તેને ફરી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.