જામનગરના ચેલા ગામમાં જુગાર અંગે દરોડો: પાંચ જુગારીઓ પકડાયા

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
જામનગરના ચેલા ગામમાં જુગાર અંગે દરોડો: પાંચ જુગારીઓ પકડાયા 1 - image

જામનગર,તા.25 ડિસેમ્બર 2023,સોમવાર

જામનગર તાલુકાના ચેલા ગામમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી પાંચ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ અને જુગારનો સામાન કબ્જે કર્યો છે.

 ચેલા ગામમાંથી જુગાર રમી રહેલા ભરતસિંહ નવલસિંહ રાઠોડ, મનુભાઈ જેસંગજી દેદા, બળુભા અલિયાજી જાડેજા, નિકુલસિંહ ભીમદેવસિંહ જાડેજા અને પરસોત્તમભાઈ રાજાભાઈ દોંગાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,890 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


Google NewsGoogle News