જામનગરમાં લાલવાડી આવાસમાં જુગાર અંગે દરોડો : ચાર મહિલા સહિત છ જુગારીઓ પકડાયા
Gambling Crime Jamnagar : જામનગરના લાલવાડી આવાસમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર મહિલા તથા બે પુરુષો સહિત છ પત્તા પ્રેમીઓની પોલીસે અટકાયત કરી લઈ રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાલવાડી આવાસના બ્લોકના એક પાર્કિંગમાં દરોડો પાડી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી રાભીયાબેન જાહિદમીયા કાદરી, રેશમાબેન કરીમભાઈ કાદરી, નૂરજહાંબેન સાજીદભાઈ પીરજાદા, અફસાનાબેન ઈકબાલભાઈ તેમજ સલીમ હુસેનભાઇ બુખારી, અને પ્રકાશ હિતેશભાઈ મહેતા સહિત છ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,630 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.