જામનગરમાં હવાઈ ચોક વિસ્તારના વિજ બિલ નહીં ભરનારા વિજ ગ્રાહકનું વિજ મીટર ઉતારવા જતાં બબાલ સર્જાઈ

- વીજ ગ્રાહકે ફરજ પરના કર્મચારી પર સ્કૂટર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાથી મામલો પોલીસ મથકે પહોંચ્યો

- વિજ તંત્ર દ્વારા વિજ ગ્રાહકના ઘર અને દુકાનના બંને વીજ જોડાણ કટ કરી મીટર ઉતારી લઇ એડવાન્સ ચેક લેવાયા

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
જામનગરમાં હવાઈ ચોક વિસ્તારના વિજ બિલ નહીં ભરનારા વિજ ગ્રાહકનું વિજ મીટર ઉતારવા જતાં બબાલ સર્જાઈ 1 - image


જામનગર, તા. 03 માર્ચ 2024, રવિવાર

જામનગરમાં પીજીવીસીએલ દ્વારા હવાઈ ચોક વિસ્તારમાં નાણાં નહીં ભરનાર વિજ ગ્રાહક નું વિજમીટર ઉતારવા જતાં ગ્રાહક દ્વારા બબાલ કરવામાં આવી હતી, અને વીજ કર્મચારી પર સ્કૂટર ચડાવી દેવાનો પ્રયાસ કરાતાં આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વિજ ગ્રાહક ના ઘર અને દુકાનના બંને વીજ મીટરો ઉતારી લેવાયા છે, જયારે તેની બાકી રકમના એડવાન્સ ચેક મેળવી લેવાયા છે.

જામનગરની પીજીવીસીએલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગની કચેરી કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારમાં વીજ બિલના નાણાં રિકવરી માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. 

જેમા સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના કર્મચારી આર. એન. ચોપડા અને લાઈન-મેન દ્વારા હવાઈ ચોક થી આગળ દેના બેંક સામેની શેરી વાળા વિસ્તારમાં વીજ બિલ ના નાણાં માટે રિકવરી તથા વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.

 જ્યાં સ્થળ પર વિજગ્રાહક કલ્પેશ કનખરા નામના વ્યક્તિ દ્વારા વીજ બિલ ના નાણાં એક વર્ષ થી ભરતા ન હતા, અને સ્થળ પર પણ ભરવાની ના પાડતાં તેમનું વીજ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી રહી હતી. 

જ્યાં  આર. એન. ચોપડા દ્વારા વીજ જોડાણ પોલ પર થી કાપતાં  કલ્પેશ કનખરાએ ઉશ્કેરાઈ જઈ ચાલુ ફરજ પરના આ કર્મચારીની ઉપર બાઈક ચડાવી ઇજા પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હતી. તેમજ ગાળા ગાળી કરી માર મારવાનો પ્રયાસ કરાયો હતો.

 જેના અનુસંધાને સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા આ સમગ્ર ઘટનાના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર.એન.ચોપડા ની સાથે રહી રૂબરૂ ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરમ્યાન કલ્પેશ કનખરા તથા અન્ય આગેવાનો દ્વારા કચેરી નો સંપર્ક કરી નાયબ ઇજનેર ની રૂબરૂમાં માફી પત્રક રજૂ કરાયું હતું. 

ત્યારબાદ નાયબ ઈજનેર દ્વારા પીજીવીસીએલ ના સ્ટાફને સાથે રાખીને વિજ ગ્રાહકના ઘર અને દુકાન ના બંને વીજ જોડાણ કાપી દુકાનનું વીજ મીટર ઉતારી જમા કરી લેવાયું છે. અને બાકીની રકમ નો ચેક જમા કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.


Google NewsGoogle News