જામનગરમાં માતૃ આશિષ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
જામનગરમાં માતૃ આશિષ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો 1 - image

image : Freepik

- સીટી બી ડીવીઝન પોલીસે 12 બીયરના ટીન અને 4 વિલાયતી શરાબની બોટલ સાથે વૃધ્ધની અટકાયત કરી

જામનગર,તા.06 ઓક્ટોબર 2023,શુક્રવાર

જામનગર શહેરના ડેન્ટલ હોસ્પિટલ પાછળ માતૃ આશિષ સોસાયટીના રહેણાંક મકાનમાં સીટી બી. ડીવીઝન પોલીસે બાતમી રાહે છાપો મારી વિલાયતી પ્રકારના શરાબ અને બિયરના જથ્થા સાથે એક વૃદ્ધ શખ્સની અટકાયત કરી હતી. 

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સીટી બી.ડીવીઝનના સર્વેલન્સ સ્કોડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે વેળાએ બાતમી રાહે હકિકત મળેલી કે માતૃ આશિષ સોસાયટી શેરી નં.5 માં રાધેશ્યામ એપાર્ટમેન્ટના પ્રથમ માળે પ્રકાશભાઈ ચેતરિયાના મકાનમાં ભોડથી રહેતા ઈશ્ર્વરભાઈ હિરજીભાઈ જોબનપુત્રા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેંચાણ કરે છે, જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ છાપો મારતાં મકાનના ખુણામાં રાખેલ મેજીક મુવમેન્ટ રેમીક્ષ ઓરેન્જ ફલેવર્ડ વોડકાની ચાર બોટલ અને ટુબોર્ગ પ્રેમીયર સ્ટોન્જ કંપનીના 12 ટીન સાથે ઈશ્ર્વરભાઈની અટકાયત કરી તેના વિરૂધ્ધ પ્રોહિબિશન એકટની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News