Get The App

જામનગરના લાખોટા લેક પાર્કિંગમાં રાખેલા સ્કૂટરની ડેકીમાંથી રોકડ રકમ સાથેના પર્સની ઉઠાંતરી

Updated: May 28th, 2024


Google NewsGoogle News
જામનગરના લાખોટા લેક પાર્કિંગમાં રાખેલા સ્કૂટરની ડેકીમાંથી રોકડ રકમ સાથેના પર્સની ઉઠાંતરી 1 - image


Theft Case in Jamnagar : જામનગરના કોચિંગ ક્લાસ સંચાલક દ્વારા લાખોટા લેકના પાર્કિંગમાં રાખેલા પોતાના સ્કૂટરની ડેકીમાંથી કોઈ તસ્કરો રોકડ રકમ સાથેના પર્સની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

 જામનગરમાં કોમલ નગરમાં રહેતા અને કોચિંગ ક્લાસ ચલાવતા મનોજભાઈ પ્રેમજીભાઈ પરમાર કે જેઓ ગત તારીખ 19.5.2024ના સાંજે લાખોટા તળાવ પરિસરમાં ફરવા માટે આવ્યા હતા, અને પોતાનું એકટીવા સ્કૂટર ગેઇટ નંબર-1 ના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ તસ્કરોએ તેમના સ્કૂટરની ડેકીનો લોક તોડી અંદરથી રૂપિયા 5,600 ની રોકડ રકમ તેમજ અન્ય ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સાથેના પર્સની ચોરી કરી લઈ ગયા હતા.

 જે ચોરીના બનાવ અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સી.સી.ટી.વી. કેમેરાની મદદથી તસ્કરને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News