Get The App

જામનગરમાં સફાઈ કામદારો પાસે ભૂગર્ભ ગટર કે ખાળકૂવાની સફાઈની કામગીરી કરાવવા પર પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

Updated: May 30th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સફાઈ કામદારો પાસે ભૂગર્ભ ગટર કે ખાળકૂવાની સફાઈની કામગીરી કરાવવા પર પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા 1 - image

image : Socialmedia

Sanitation Worker :કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે “ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-2013” અમલમાં છે. આ કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઈ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઈ કરાવવા, ઊંડે ઉતરવા કે ઉતારવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો ઉદ્દેશ્ય રહેલો છે. 

તેથી જામનગર જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલી ખાનગી મિલકત, સોસાયટીઓ, ફલેટસ, રહેણાંક વસાહતો, હોટલો, દુકાન, રેસ્ટોરન્ટસ, હોસ્પિટલ્સ, પેઢીઓ, કારખાનાઓ, સંસ્થાઓ, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસો, સમાજવાડીઓ, ધાર્મિક મંદિરો, શાળા, કોલેજો કે હોસ્ટેલ્સ વગેરેની અંદર કે આજુબાજુમાં આવેલી ભૂગર્ભ ગટર તેમજ ખાળકુવા સાફ કરાવવા માટે ક્યારેય કોઈપણ સફાઈ કામદારોને ભૂગર્ભ ગટર કે ખાળકૂવા સફાઈ કરાવવા માટે તેમને ઊંડે ઉતારવાના રહેશે નહીં કે તે માટે તેમને કોઈ ફરજ પાડી શકશે નહીં.

આ અધિનિયમની જોગવાઈ અનુસાર ગટર સફાઈ દરમિયાન થતાં મૃત્યુ તથા દિવ્યાંગતાના કિસ્સામાં જે વ્યક્તિ, સંસ્થાઓ, સોસાયટી કે કોન્ટ્રાકટર દ્વારા સફાઈ કામદારોને ગટર સફાઈ માટે રોકવામાં આવ્યા હોય, તો તે જવાબદાર વ્યક્તિ, સંસ્થાઓ, સોસાયટીઓ કે કોન્ટ્રાકટર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ રહેલી છે. આ ઉપરાંત નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર ગટર ગુંગડામણને કારણે મૃત્યુ પામેલા સફાઈ કામદારોના મૃત્યુના કેસમાં સફાઈ કામદારોના વારસદારોને રૂ.10 લાખનું વળતર ચૂકવવા આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ નામદાર સુપ્રીમ કોર્ટના અન્ય ચુકાદા મુજબ વળતરની રકમમાં વધારો કરીને રૂ.30 લાખ ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. 

જો ભોગ બનનાર મૃતકોના વારસદારોને જો રૂ.10 લાખનું ચૂકવણું કરવાનું બાકી હોય, તો તેવા તમામ વારસદારોને રૂ.30 લાખનું ચૂકવણું કરવાનું રહેશે. તેમજ ગટર સફાઈ દરમ્યાન ઉદભવતી દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગત અનુસાર ન્યૂનતમ રૂ.10 લાખનું વળતર અને કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં ન્યૂનતમ રૂ.20 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ આપણી કાનૂની ફરજ હોવાની સાથે માનવતાની દ્રષ્ટિએ પણ આ જોખમી કામગીરી અને અપરાધ હોવાથી ગેસ ગળતરથી થતાં અકાળ મૃત્યુને સંપૂર્ણપણે અટકાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


Google NewsGoogle News